પૃષ્ઠો

Subscribe:
વેબસાઈટ બનાવનાર ગજ્જર તેજસ(B.E EC)
  • ગજ્જર સુથાર સમાજ - ગોઝારીયા

    શ્રી વિસનગરા ગજ્જર સુથાર પરિવાર - આપનું હાર્દિક સ્વાગત કરે છે.ગજ્જર સુથાર સમાજ ગોઝારીયા - પિપલ્સ કોમ્યુનીટી

  • કુટુંબના સભ્યો(માહિતી ગ્રંથ)

    ગોઝારીયામાં રહેતા ગજ્જર સુથાર પરિવાર ની માહિતી મેળવવા માથે અહી ક્લિક કરો ..

  • વેબસાઈટ બનાવનાર ગજ્જર તેજસ(B.E EC)

    અત્યારે તો હું ઇજનેરી વિદ્યાર્થી છુ, અત્યારે હું ઇલેક્ટ્રોનિકસ and કોમ્યુનીકેશન ના છેલ્લા(આઠમાં) સેમીસ્ટરમાં છુ.મારા શોખ,મારું જ્ઞાન તથા અન્ય જે કોઈ મારા રચનાત્મક કાર્યો ઈન્ટરનેટ ના માધ્યમ થી લોકો સમક્ષ લાવવાનો છે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

શ્રી વિસનગરા ગજ્જર સુથાર પરિવાર-વિશે

શ્રી વિસનગરા ગજ્જર સુથાર પરિવાર નો ઇતિહાસ

સિદ્ધરાજ જયસિંહ અજય અમર સ્થાપત્ય (રુદ્રક્ષમાળા) બનાવવા માટે ઉત્તર ભારતથી સુથાર અંગતજી તથા એક જોશી બ્રાહ્મણને ગુજરાત બોલાવ્યા, સુથાર અંગતજી પથ્થર કામ, મંદિરો-સ્થાપત્યો બનાવવાનું કામ કરતા હતા. સિદ્ધરાજ જયસિંહનો રુદ્રમાળ બાંધ્યો તેના મહેનતાણા પેટે વિસનગર ગામમાં જમીન વીઘા-૪૦૦ આપીને વસાવ્યા.સંવત-૧૨૧૫ ની સાલમાં સુથાર અંગતજી ગામ વિસનગર આવીને વસ્યા.વિસનગરમાં સુથારોએ નીલકંઠ મહાદેવનું દહેરું બંધાવેલું.વિસનગરમાં સુથારોએ નીલકંઠ મહાદેવને ગામની ઉત્તરે આવેલી ૪૦૦ વિઘા જમીનમાંથી ૨૦૦ વિઘા જમીન દાનમાં આપેલી. સંવત-૮૨૯ ની સાલમાં વૈશાખ સુદ-૩ ના દિવસે પટેલ બકોરભાઈ એ ગામ ગોઝારીયા વસાવ્યું. સંવત-૧૪૧૦ ની સાલમાં ફાગણ વદી-૩ ના દિવસે વિસનગર થી સુથાર દેવજીભાઈ ગામ ગોઝારીયા આવીને વસ્યા.


શાખે-વિસનગરા
ગોત્ર-ભારદ્રાજ
વેદ-મધ્યંદીવી
સુત્ર-કાત્યાયન
મંત્ર-ઓમ નમઃ શિવાય
ઇષ્ટદેવ-વિશ્વકર્મા ભગવાન
ગોત્રદેવી-ચામુંડા માતાજી
કુળદેવી-બહુચર માતાજી



ચામુંડા માતાજી તથા બહુચર માતાજી ના નૈવેધ

લાપસી, રોટલી, ખીર, ચોખા, ખીચડો, વાળા, સેવ, તલવટ, સુવાડી તથા નવખંડ માટે નવ દીવા.
આસો નવરાત્રી-આસો સુદ-૯, અથવા ચૈત્ર નવરાત્રી ચૈત્ર સુદ-૯.

કુટુંબના સભ્યો (માહિતી ગ્રંથ)

અહી ગોઝારીયામાં રહેતા તથા જેમનું વતન ગોઝારીયા છે તેવા ગજ્જર-સુથાર જ્ઞાતિ નો માહિતી ગ્રંથ ઓનલાઈન મુકવામાં આવ્યો છે.જેમાં મોટાભાગના કુટુંબને આવરી લેવામાં આવ્યા છે.તથા તેમાં કુટુંબના વડા અને તેના પરિવારના સભ્યોના નામ મોસાળ, કુટુંબના વડા સાથે સબંધ, પરણિત કે અપરણિત, જન્મ તારીખ કે વર્ષ, અને અભ્યાસ જેવી માહિતી આવરી લેવામાં આવી છે.કુટુંબ ના સભ્યો ની માહિતી મેળવવા માટે નીચે આપેલી લીંક ક્લિક કરો.

સભ્યોના નામ અને રહેઠાણનું સરનામું
૧ થી ૧૦ | ૧૧ થી ૨૦ | ૨૧ થી ૩૦ | ૩૧ થી ૪૦ | ૪૧ થી ૫૦ | ૫૧ થી ૬૦ | ૬૧ થી ૭૦

કુટુંબના સભ્યો શોધો...
નોધ:આપે ફક્ત તેમાં કુટુંબના વડા અને તેના પરિવારના સભ્યોના નામ મોસાળ, કુટુંબના વડા સાથે સબંધ, પરણિત કે અપરણિત, જન્મ તારીખ કે વર્ષ, અને અભ્યાસ જેવી માહિતી લખી  શકો છો.


નામ પ્રમાણે માહિતી ગ્રંથ

નોધ:જેમાં તેમાં કુટુંબના વડા અને તેના પરિવારના સભ્યોના નામ મોસાળ, કુટુંબના વડા સાથે સબંધ, પરણિત કે અપરણિત, જન્મ તારીખ કે વર્ષ, અને અભ્યાસ જેવી માહિતી આવરી લેવામાં આવી છે.